InterviewSolution
| 1. |
ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું ? |
|
Answer» મહાત્મા ગાંધીએ ઈસુ ખ્રિસ્ત વિશે લખેલો એક પત્ર અમેરિકામાં વેચાણ માટે મૂકવામાં આવ્યો છે. આ પત્ર 6 એપ્રિલ, 1926ના રોજ ગાંધીજીએ એ સમયે અમેરિકાના ધાર્મિક અગ્રણી મિલ્ટન ન્યુબેરી ફ્રેન્ટ્ઝને લખ્યો હતો. પત્રના અંતે મહાત્મા ગાંધીએ તેમના હસ્તાક્ષર પણ કર્યા છે. ગાંધીજીએ આ પત્રમાં લખ્યું છે કે, ઈસુ "માનવજાતના સૌથી મહાન શિક્ષકોમાંથી એક હતા." આ પત્ર દાયકાઓથી એક ખાનગી સંગ્રહમાં સચવાયેલો હતો. હવે તે પેન્સિલ્વેનિયા સ્થિત રાબ કલેક્શન દ્વારા 50 હજાર અમેરિકન ડૉલર્સની (ભારતીય ચલણ પ્રમાણે લગભગ 32.61 લાખ રૂપિયા) કિંમતે વેચાણ માટે મૂકવામાં આવ્યો છે. મહાત્મા ગાંધીને ભારતના રાષ્ટ્રપિતા માનવામાં આવે છે. તે હિંદુ હતા અને તેમણે હિંદુ ધર્મના તત્વજ્ઞાન અને બોધ વિશે ખૂબ જ લખ્યું છે. Explanation: |
|