1.

વિભાગ – ડ અર્થગ્રહણ / લેખન સજ્જતા [24] પ્રશ્ન:-૧૪ .નીચે આપેલા ગદ્યખંડનો આશરેત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો. [4] પુસ્તક આધુનિક માનવીને આનંદ આપનાર સૌથી ઉમદા અને સૌથી શિષ્ટ સાધન છે.તેનો આનંદ અનેરો જ હોય છે. પુસ્તકની પ્રશસ્તિ કરીએ તેટલી ઓછી. માણસને તેની સાથે એવી મહોબ્બત છે કે પુસ્તક સાથે તે હસે છે, રડે છે, ઉદાસ થઈ જાય છે,આનંદ પામે છે. પુસ્તકની હાજરીમાં પોતાની જાત સાથે વાતો કરવા લાગે છે અને પોતાની જાતને ક્યારેક તો માત્ર પુસ્તક પાસે જ તે ખુલ્લી કરે છે. પુસ્તક માનવીને માટે દિલોજાન દોસ્ત છે. પુસ્તક એક વિસ્મયકારક વસ્તુ છે , તેને ભૌતિક શરીર હોય છે અને તેને આમાં પણ હોય છે વિચારો,લાગણીઓ,ધબકારા, જ્ઞાન માહિતી કંઈ કેટલુંય સંયોજીત થઈને તેમાંથી પુસ્તક બને છે. તેની સાથે તમે વાતો કરી શકો છો.સફર કરી શકો છો. પુસ્તક એ જાદુઈ દીવો છે.દીવાની પાસે એકલા બેઠા હોઈએ અને સાથે પુસ્તક હોય એના જેવો આનંદ દુનિયામાં એકે નથી, ​

Answer»

ીકરણ આપેલ ફકરાનું નીચે મુજબ છે:પુસ્તકો આપણા વર્તમાન અને ભૂતકાળ ડહાપણનો અવાજ છે. માણસની લાગણીઓ પુસ્તક સાથે જોડાયેલી છે.પુસ્તક એ માણસનો એક પ્રિય મિત્ર જેવો મિત્ર જેવો છે. અમુક લોકો મિત્રની જેમ પોતાની જાતને પુસ્તકની સામે ખુલ્લી કરે છે.આધુનિક યુગમાં પણ માણસ માટે પુસ્તક એક મનોરંજનનું ઉત્તમ માધ્યમ છે.વિચારો, લાગણી અને જ્ઞાનનો સંગમ થઈને પુસ્તકનું સર્જન થાય છે. પુસ્તક એક જાદુઈ દીવો છે.શીર્ષક : પુસ્તક: એક જાદુઈ દીવો.



Discussion

No Comment Found